27 August 2013
હું ગુજરાત બાર કાઉન્સીલની મેમ્બરશીપ ધરાવુ છું તેમજ વાણિજિયક વેરા ખાતા દ્રારા નોંધાયેલ ટેક્ષ પ્રેક્ટીશનર છું. અને વેટ કાયદા હેઠળ માલિકી ધોરણે વકીલાત કરું છું. અને મારા અસિલો પાસેથી નીચે જણાવેલ કામ માટે મને ફી મળે છે. (૧) અસીલોના માસિક/ત્રિમાસિક ધોરણે રીટર્ન ફાઈલ કરવાની ફી અસીલો પાસેથી લઈએ છીએ. (૨) અસીલોની ગુજરાત વેટ કાયદા હેઠળની આકારણીમા હાજર રહીએ છીએ અને તે બદલ અસીલો તરફથી ફી લઈએ છીએ. (૩) અસીલોની First Apeal તબ્બકે અપીલનુ ડ્રાફ્ટીંગ કરીએ છીએ તેમજ અપીલના હીયરીંગ તબ્બકે અસીલ વતી હાજર રહીએ છીએ. અને આ બંને કાર્યવાહી માટે ફી લઈએ છીએ. (૪) અસીલને ગુજરાત વેટ કાયદા હેઠળ અમારા અભિપ્રાય આપીએ છીએ જે બદલ પણ અગલ ફી લઈએ છીએ. અસીલો માલિકી પેઢી, ભાગીદારી પેઢી તથા કંપની એક્ટ હેઠળ નોંધાયેલી કંપનીઓ હોય છે. પ્રશ્ન- - તો ઉપર જણાવેલ ચાર પ્રકારની ફી માંથી કયા કયા પ્રકારની ફી ઉપર અમારે સર્વિસ ટેક્સ ભરવો પડે ? - ઉપર મુજબની પ્રોફેશનલ સેવાઓ એડવોકેટ સિવાયની વ્યક્તિ એટલે કે વાણિજિયક વેરા ખાતા દ્રારા નોંધાયેલ ટેક્ષ પ્રેક્ટીશનર દ્રારા આપવામા આવે તો સર્વિસ ટેક્ષ રજીસ્ટ્રેશન મેળવવુ પડે કે કેમ ? - સર્વિસ ટેક્ષ ભરવો પડે કે કેમ ? ------------------------------------------------------------------------------------------------------------------------------------------------
એક એડવોકેટ અથવા વેટ પ્રેક્ટીશનરની કોઈ એક નાણાંકીય વર્ષ દરમ્યાન કુલ પ્રોફેશનલ ફીની આવક રૂપિયા પંદર લાખ છે. જે પૈકી સર્વિસ ટેક્ષને પાત્ર આવક રૂપિયા સાત લાખ છે. અને બાકી રહેતી રૂપિયા આઠ લાખની આવક ઉપર સર્વિસ ટેક્ષ ભરવામાથી મુક્તિ મળવાપાત્ર છે. પ્રશ્ન- તો આ એડવોકેટ અથવા વેટ પ્રેક્ટીશનરને સર્વિસ ટેક્ષ ભરવાનો થાય કે કેમ ? અથવા સર્વિસ ટેક્ષને પાત્ર આવક રૂપિયા દસ લાખથી ઓછી હોવાને કારણે સર્વિસ ટેક્ષ ભરવામાથી મુક્તિ મળે ?