Company Secretary
275 Points
Joined January 2010
One of the best poem i had read in Gujarati Langauge!!!!!
લાંબી આ સફરમાં ઝીંદગી ના ઘણા રૂપ જોયા છે,
તમે એકલા શાને રડો છો સાથી તો અમે પણ ખોયા છે
આપ કહો છો આને શું દુઃખ છે આ તો સદા હસે છે ,
અરે આપ શું જાણો આ સ્મિત માં કેટલું દુઃખ વસે છે
મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો,
પણ ચાલવા મળ્યો રસ્તો તમને એટલા તો સુખી છો
આપને છે ફરિયાદ કે કોઈને તમારા વિષે સુજ્યુ નથી,
અરે અમને તો 'કેમ છો' એટલુંય કોઈએ પૂછ્યું નથી
જે થયું નથી એનો અફસોસ શાને કરો છો?
આ ઝીંદગી જીવવા માટે છે,આમ રોજ શાને મારો છો?
આ દુનિયા માં સંપૂર્ણ સુખી તો કોઈ નથી,
એક આંખ તો બતાવો મને જે કદી રોઈ નથી
બસ એટલું જ કેહવાનું છે ઝીંદગી ની દરેક ક્ષણ દિલ થી માણો,
નસીબ થી મળી છે ઝીંદગી તો અને 'જીવી જાણો'