18 rankholders from Ahmedabad

Sushant Lohani (CHARTERED ACCOUNTANT) (1051 Points)

22 January 2011  

બંને કોર્સના ટોપ ફિફ્ટીમાં અમદાવાદના ૧૮ વિદ્યાર્થી

ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા નવેમ્બરમાં લેવાયેલી સીએ ફાઈનલ પરીક્ષા તેમજ ડિસેમ્બરમાં લેવાયેલી સીપીટીની પરીક્ષાનું પરિણામ શુક્રવારે જાહેર કરાયું છે. જે મુજબ, સીએ ફાઇનલનું ઓલ ઇન્ડિયા લેવલનું ન્યૂ કોર્સનું પરિણામ ૧૪.૧૯ જ્યારે ઓલ્ડ કોર્સનું પરિણામ ૨૦.૯૩ ટકા જાહેર કરાયું છે.

અમદાવાદ સેન્ટરનું ન્યૂ કોર્સનું ૮.૬૮ ટકા અને ઓલ્ડ કોર્સનું ૨૫.૯૦ ટકા પરિણામ આવ્યું છે. ટોપ ફીફ્ટીમાં અમદાવાદમાંથી ન્યૂ કોર્સમાં સાત અને ઓલ્ડ કોર્સના ૧૧ મળી કુલ ૧૮ વિદ્યાર્થી ઝળક્યા છે. ઓલ ઇન્ડિયા લેવલની સીપીટી (કોમન પ્રોફિશિયન્સી ટેસ્ટ) નું પરિણામ ૨૫.૯૯ ટકા ઘોષિત કરાયું છે. ગત પરીક્ષાની સરખામણીએ આ વખતનું પરિણામ સારું આવ્યું છે.

સીએ ઈન્સ્ટિટ્યૂટના અમદાવાદ બ્રાન્ચના ચેરમેન નિરેન નગરી અને ટ્રેઝરર પુરુષોત્તમ અગ્રવાલે શુક્રવારે જણાવ્યું હતું કે, સીએ ફાઈનલની પરીક્ષામાં સમગ્ર ભારતમાંથી ન્યૂ કોર્સમાં ૬૬,૩૮૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકીના ૯૪૨૪ વિદ્યાર્થીઓ પાસ થતાં ૧૪.૧૯ ટકા પરિણામ આવ્યું છે.

અમદાવાદ સેન્ટરમાંથી પરીક્ષા આપનારા કુલ ૧૨૨૧ વિદ્યાર્થીઓમાંથી ૧૦૬ વિદ્યાર્થીઓ પાસ થતાં, ૮.૬૮ ટકા પરિણામ જાહેર થયું છે. ઓલ્ડ કોર્સમાં સમગ્ર ભારતમાંથી ૪૯૩૦૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૧૦,૩૨૩ વિદ્યાર્થીઓ પાસ થતાં ૨૦.૯૩ ટકા પરિણામ જાહેર થયું છે. અમદાવાદ સેન્ટરમાંથી કુલ ૧૧૩૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકીના ૨૯૪ વિદ્યાર્થીઓ પાસ થતાં ૨૫.૯૦ ટકા પરિણામ ઘોષિત કરાયું છે.

ઉલ્લેખનીય છે કે વડોદરમાં સીએ ફાઈનલની પરીક્ષા આપનાર ૧૦૮ વિદ્યાર્થીઓમાંથી ૯ વિદ્યાર્થીઓ પાસ થતાં શહેરનું આઠ ટકા પરિણામ ઘોષિત કરાયું છે.

સીપીટીનું પરિણામ ૨૫.૯૯ ટકા

ડિસેમ્બરમાં લેવાયેલી સીપીટીમાં સમગ્ર ભારતમાંથી ૧,૨૨,૬૩૯ વિદ્યાર્થીઓ બેઠાં હતાં. જે પૈકીના ૩૧,૮૭૮ વિદ્યાર્થીઓ પાસ થતાં ૨૫.૯૯ ટકા પરિણામ જાહેર થયું છે.અમદાવાદ સેન્ટરમાંથી પરીક્ષા આપનારાં ૩૨૩૬ વિદ્યાર્થીઓમાંથી ૯૫૪ પાસ થતાં, ૨૯.૪૮ ટકા પરિણામ જાહેર થયું છે.

અગાઉ જૂનમાં લેવાયેલી પરીક્ષા અંતર્ગત ઓલ ઇન્ડિયાનું ૨૭.૫૫ ટકા, અમદાવાદ સેન્ટરનું ૨૫.૯૯ ટકા પરિણામ જાહેર થયું છે. જ્યારે વડોદરા શહેરમાં સીપીટીમાં કુલ પરીક્ષા આપનાર ૯૨૭ વિદ્યાર્થીઓમાંથી ૨૦૧ વિદ્યાર્થીઓ પાસ થતા ૨૨ ટકા પરિણામ જાહેર કરાયું છે. જ્યારે સુરતમાંથી સીપીટીની પરીક્ષામાં ૧૮૪૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૫૩૦ વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ગઈ પરીક્ષા કરતાં આ વખતે પરિણામની ટકાવારી વધી

સીએ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નવેમ્બરમાં લેવામાં આવેલી પરીક્ષાનું શુક્રવારે પરિણામ જાહેર કરાયુંછે. આ પરિણામ મે મહિનામાં લેવાયેલી પરીક્ષાની તુલનાએ વધારે અને સારૂં આવ્યું છે. ઓલ ઇન્ડિયા લેવલ પર ન્યૂ કોર્સનું પરિણામ ગત પરિણામ કરતા ૪.૮૨ ટકા વધારે આવ્યું છે. જ્યારે ઓલ્ડ કોર્સનું પરિણામ ગત પરિણામ કરતાં ૧૧.૬ ટકા વધુ જાહેર કરાયું છે.

ટોપ ૫૦માં સ્થાન પામનારા ઓલ્ડ કોર્સના વિદ્યાર્થી

નામ....૮૦૦માંથી મેળવેલ માર્કસ....રેન્ક

૧. લોકેશ ગાંધી....૪૭૩....૩

૨. પ્રદીપ મહેશ્વરી....૪૬૮....૭

૩. કેતન શાહ....૪૬૩....૧૦

૪. નિરલ શાહ....૪૬૧....૧૨

૫. પાટીલ હિતેશ....૪૬૦....૧૩

૬. તરીન શાહ....૪૫૬....૧૭

૭. કપિલ દેવ સંઘાઈ....૪૫૪....૧૯

૮. કેનન સત્યવાદી....૪૫૧....૨૨

૯. અશિ્મ મહેતા....૪૫૦....૨૩

૧૦. અંકિતા સુરાણા....૪૪૬....૨૭

૧૧. આકાશ અગ્રવાલ....૪૪૦....૩૨

ટોપ ૫૦માં સ્થાન પામનારા ન્યૂ કોર્સના વિદ્યાર્થી

નામ....૮૦૦માંથી મેળવેલ માર્કસ....રેન્ક

૧.આશુતોષ અગ્રવાલ....૫૧૬....૨૧

૨.સંકેત દક્ષેશ નાણાંવટી....૫૦૮....૨૭


૩.અર્ચિત પ્રણય મહેતા....૫૦૧....૩૩


૪.હિમાંશુ નટવરલાલ અગ્રવાલ....૪૮૪....૪૯


૫.જીમી જશવંતલાલ શાહ....૪૮૪....૪૯


૬.નેહા વિજયકિશન મુન્દ્રા....૪૮૩....૫૦


૭.જુગ્નેશ મુન્દ્રા....૪૮૩....૫૦